લેશન - ૧ : સલામત કામ કરવાની પધ્ધતિ
સુરક્ષાનો પ્રકાર
૧) ઇલેક્ટ્રિકલ સેફટી :
શું કરવું :
-
પ્લગ અને વાયર તપાસીને ઉપયોગ કરવો
-
ભીના હાથથી ઇલેક્ટ્રિકલ ઉપકરણ ન ચલાવવું
-
કામ પૂરું થયા પછી ઉપકરણ બંધ કરવું
-
ખરાબ વાયર હોય તો શિક્ષક અથવા જવાબદાર વ્યક્તિને જણાવવું
શું ના કરવું :
-
ખુલ્લા અથવા કપાયેલા વાયરને હાથ ન લગાવવો
-
એક સોકેટમાં વધારે પ્લગ ન લગાવવા
-
પાણીની નજીક ઇલેક્ટ્રિકલ ઉપકરણ ન વાપરવું
-
જાતે ઇલેક્ટ્રિકલ રિપેર કરવાનો પ્રયાસ ન કરવો
૨) બેસવાની સાચી પધ્ધતિ :
શું કરવું :
• ખુરશી પર સીધા બેસવું
• મોનિટરને આંખની યોગ્ય ઊંચાઈએ રાખવો
• પીઠને યોગ્ય ટેકો આપવો
• લાંબા સમય સુધી કામ વચ્ચે થોડો આરામ લેવો
શું ના કરવું :
• વાંકું વળીને બેસવું નહ ીં • સ્ક્રીનની ખૂબ નજીક બેસવું નહીં
• સતત ઘણા કલાકો સુધી બ્રેક વગર કામ ન કરવું
• ખોટી સ્થિતિમાં હાથ અને પગ રાખવા નહીં
૩) લેબની વ્યવસ્થા
શું કરવું :
• કાર્યસ્થળ સ્વચ્છ રાખવું
• વાયર અને કેબલ યોગ્ય રીતે ગોઠવવા
• સાધનો ઉપયોગ પછી યોગ્ય જગ્યાએ મૂકવા
• કચરો ડસ્ટબિનમાં નાખવો
શું ના કરવું :
• કાર્યસ્થળ પર કચરો ફેલાવવો નહીં
• રસ્તામાં વાયર અથવા વસ્તુઓ રાખવી નહીં
• કાર્યસ્થળ પર ખાવાનું અથવા પીણું ઢોળવું નહીં
• સાધનોને ગમે ત્યાં ન મૂકવા
૪) ડિજિટલ સુરક્ષા
શું કરવું :
• મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો
• પાસવર્ડ કોઈને ન જણાવવો
• એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો
• અજાણી ફાઇલ અથવા લિંક ખોલતા પહેલાં તપાસ કરવી
• મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ રાખવો
શું ના કરવું :
• પાસવર્ડ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો
• અજાણી લિંક પર ક્લિક ન કરવું
• અજાણ્યા વ્યક્તિને વ્યક્તિગત માહિતી ન આપવી
• અજાણી વેબસાઇટ પરથી ફાઇલ ડાઉનલોડ ન કરવી
• કમ્પ્યુટર પર અનધિકૃત સોફ્ટવેર ઇન્સ્ટોલ ન કરવું
૫) કટોકટીના ઉપાયો
શું કરવું :
• શાંતિથી અને સમજદારીપૂર્વક વર્તવું
• તાત્કાલિક શિક્ષક અથવા જવાબદાર વ્યક્તિને જાણ કરવી
• ઇમરજન્સી બહાર નીકળવાના માર્ગનો ઉપયોગ કરવો
• આગ અથવા અકસ્માત સમયે સલામત સ્થળે જવું
• જરૂર પડે તો પ્રાથમિક સારવાર મેળવવી
શું ના કરવું :
• કટોકટી સમયે ગભરાટ ન કરવો
• આગ અથવા જોખમી સ્થળની નજીક ન જવું
• લિફ્ટનો ઉપયોગ ન કરવો
• અન્ય લોકોને ધક્કામુક્કી ન કરવી
• જવાબદાર વ્યક્તિની સૂચનાઓની અવગણના ન કરવી