લેશન - ૧૨ : બુટીંગ પ્રક્રિયાની શરૂઆત
બુટીંગ પ્રોસેસ શું છે?
કમ્પ્યુટર ચાલુ કર્યા પછી ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરીને કમ્પ્યુટરને ઉપયોગ માટે તૈયાર કરવાની પ્રક્રિયાને બુટીંગ પ્રોસેસ કહેવામાં આવે છે. |
બુટીંગ પ્રોસેસના મુખ્ય કાર્યો
| ક્રમાંક | મુખ્ય કાર્ય |
|---|---|
| 1 | કમ્પ્યુટર ચાલુ કરવું અને પાવર સપ્લાય આપવો. |
| 2 | BIOS/UEFI દ્વારા હાર્ડવેરની પ્રાથમિક તપાસ કરવી. |
| 3 | POST દ્વારા RAM, કીબોર્ડ, ડિસ્ક વગેરે હાર્ડવેર ચકાસવા. |
| 4 | Boot Device શોધવું. |
| 5 | Boot Loader ને મેમરીમાં લોડ કરવું. |
| 6 | Operating System ના Kernel અને જરૂરી Drivers ને મેમરીમાં લોડ કરવા. |
| 7 | Operating System શરૂ કરીને કમ્પ્યુટરને વપરાશ માટે તૈયાર કરવું. |
બુટીંગ પ્રોસેસની વિશેષતા
1) Cold Booting કમ્પ્યુટર સંપૂર્ણપણે બંધ હોય ત્યારે તેને પાવર બટન દબાવીને શરૂ કરવાની પ્રક્રિયાને Cold Booting કહે છે.
2) Warm Booting કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે તેને Restart કરીને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયાને Warm Booting કહે છે.