લેશન - ૧૭ : ઓપનસોર્સ સોફ્ટવેરનો પરિચય
ઓપનસોર્સ અને ક્લોઝ્ડ સોર્સ સોફ્ટવેર વચ્ચેનો તફાવત
| ઓપનસોર્સ સોફ્ટવેર | ક્લોઝ્ડ સોર્સ સોફ્ટવેર |
|---|---|
| સોર્સ કોડ જાહેર રીતે ઉપલબ્ધ હોય છે. | સોર્સ કોડ જાહેર રીતે ઉપલબ્ધ હોતો નથી. |
| વપરાશકર્તા સોર્સ કોડ જોઈ અને તેમાં ફેરફાર કરી શકે છે. | વપરાશકર્તા સોર્સ કોડ જોઈ કે તેમાં ફેરફાર કરી શકતો નથી. |
| સામાન્ય રીતે મફતમાં ઉપલબ્ધ હોય છે. | સામાન્ય રીતે લાઇસન્સ અથવા કિંમત ચૂકવવી પડે છે. |
| સોફ્ટવેરને પોતાની જરૂરિયાત મુજબ સુધારી અને વિતરણ કરી શકાય છે. | સોફ્ટવેરમાં ફેરફાર અને વિતરણ માટે માલિકની પરવાનગી જરૂરી હોય છે. |
ઓપન સોર્સ અને ક્લોઝ્ડ સોર્સનાં ઉદાહરણો
| સોફ્ટવેરનો પ્રકાર | ઓપન સોર્સ | ક્લોઝ્ડ સોર્સ |
|---|---|---|
| ઓપરેટિંગ સિસ્ટમ | Linux | Windows |
| વેબ બ્રાઉઝર | Mozilla Firefox | Google Chrome |
| ઓફિસ સ્યુટ | LibreOffice | Microsoft Office |
| મોબાઇલ ઓએસ | Android | iOS |
| વેબ સર્વર | Apache | Microsoft IIS |
| ફોટો એડિટિંગ | GIMP | Adobe Photoshop |
| વિડિયો એડિટિંગ | Kdenlive | Adobe Premiere Pro |
| સોફ્ટવેર ડાઉનલોડ કરવાની વેબસાઇટ | SourceForge | Softonic |