લેશન - ૨૨.૩ : હોમ ટેબ : MS Word

image

Home tabઉપયોગ
Cut – Pasteપસંદ કરેલા લખાણને એક જગ્યાએથી દૂર કરીને બીજી જગ્યાએ મૂકવા માટે ઉપયોગ થાય છે.
Copy – Pasteપસંદ કરેલા લખાણની નકલ કરીને બીજી જગ્યાએ મૂકવા માટે ઉપયોગ થાય છે.
Format Painterએક લખાણનું formatting બીજા લખાણ પર લાગુ કરવા માટે ઉપયોગ થાય છે.
Fontલખાણનો ફોન્ટ અથવા અક્ષરનો પ્રકાર બદલવા માટે ઉપયોગ થાય છે.
Font Sizeલખાણના અક્ષરોનું કદ બદલવા માટે ઉપયોગ થાય છે.
Grow Fontલખાણનું કદ વધારવા માટે ઉપયોગ થાય છે.
Shrink Fontલખાણનું કદ ઘટાડવા માટે ઉપયોગ થાય છે.
Change Caseલખાણને UPPERCASE, lowercase અથવા અન્ય case માં બદલવા માટે ઉપયોગ થાય છે.
Clear Formattingલખાણ પર લાગુ કરેલું formatting દૂર કરવા માટે ઉપયોગ થાય છે.
Boldલખાણને ઘાટું કરવા માટે ઉપયોગ થાય છે.
Italicલખાણને ત્રાંસા અક્ષરમાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે.
Underlineલખાણની નીચે રેખા દોરવા માટે ઉપયોગ થાય છે.
Strikethroughલખાણની વચ્ચે રેખા દોરવા માટે ઉપયોગ થાય છે.
Subscriptઅક્ષર અથવા સંખ્યાને સામાન્ય લખાણની નીચે નાના કદમાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે.
Superscriptઅક્ષર અથવા સંખ્યાને સામાન્ય લખાણની ઉપર નાના કદમાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે.
Text Effectsલખાણમાં વિવિધ text effects લાગુ કરવા માટે ઉપયોગ થાય છે.
Text Highlight Colorલખાણની પાછળ રંગ લગાવવા માટે ઉપયોગ થાય છે.
Font Colorલખાણના અક્ષરોનો રંગ બદલવા માટે ઉપયોગ થાય છે.
Bulletsયાદી બનાવતી વખતે દરેક મુદ્દા પહેલાં bullet ચિહ્ન મૂકવા માટે ઉપયોગ થાય છે.
Numberingમુદ્દાઓની ક્રમબદ્ધ યાદી બનાવવા માટે સંખ્યાઓનો ઉપયોગ થાય છે.
Multilevel Listવિવિધ સ્તરની ક્રમબદ્ધ અથવા bullet યાદી બનાવવા માટે ઉપયોગ થાય છે.
Decrease Indentલખાણને ડાબી બાજુ તરફ ખસેડવા માટે ઉપયોગ થાય છે.
Increase Indentલખાણને જમણી બાજુ તરફ ખસેડવા માટે ઉપયોગ થાય છે.
Sortલખાણ અથવા યાદીને અક્ષરક્રમ અથવા સંખ્યાક્રમ પ્રમાણે ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Show/Hideparagraph marks અને અન્ય formatting ચિહ્નો દર્શાવવા અથવા છુપાવવા માટે ઉપયોગ થાય છે.
Align Text Leftલખાણને ડાબી બાજુ ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Centerલખાણને પેજની મધ્યમાં ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Align Text Rightલખાણને જમણી બાજુ ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Justifyલખાણને ડાબી અને જમણી બંને બાજુ સમાન રીતે ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Line & Paragraph Spacingલાઇન અને paragraph વચ્ચેનું અંતર બદલવા માટે ઉપયોગ થાય છે.
Shadingparagraph અથવા પસંદ કરેલા ભાગની પાછળનો રંગ બદલવા માટે ઉપયોગ થાય છે.
Borderparagraph અથવા પસંદ કરેલા લખાણની આસપાસ border લગાવવા માટે ઉપયોગ થાય છે.
Set Stylesલખાણ માટે predefined style પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.
Change Stylesdocument ના styles અને style set બદલવા માટે ઉપયોગ થાય છે.
Finddocument માં કોઈ શબ્દ અથવા લખાણ શોધવા માટે ઉપયોગ થાય છે.
Go todocument માં ચોક્કસ page, section અથવા અન્ય સ્થાન પર ઝડપથી જવા માટે ઉપયોગ થાય છે.
Replacedocument માં રહેલા શબ્દ અથવા લખાણને બીજા શબ્દ અથવા લખાણથી બદલવા માટે ઉપયોગ થાય છે.
Selectdocument માં લખાણ અથવા અન્ય વસ્તુઓ પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.