લેશન - ૨૯ : ઈમેજના ફોર્મેટ અને તેનો ઉપયોગ

ઈમેજના મુખ્ય પ્રકાર

Raster ImageVector Image
રાસ્ટર ઈમેજ પિક્સેલથી બનેલી હોય છે.વેક્ટર ઈમેજ લાઇન, પાથ અને જ્યોમેટ્રિક આકારોથી બનેલી હોય છે.
ઈમેજની ગુણવત્તા પિક્સેલના રિઝોલ્યુશન પર આધારિત હોય છે.ઈમેજને મોટું કે નાનું કરવાથી ગુણવત્તામાં ઘટાડો થતો નથી.
ફોટોગ્રાફ અને વાસ્તવિક ચિત્રો માટે વધુ યોગ્ય છે.લોગો, આઇકન અને ગ્રાફિક ડિઝાઇન માટે વધુ યોગ્ય છે.
વધુ ઝૂમ કરવાથી ઈમેજ પિક્સેલેટ થઈ શકે છે.વધુ ઝૂમ કરવાથી પણ ઈમેજ સ્પષ્ટ રહે છે.
સામાન્ય રાસ્ટર ફોર્મેટમાં JPG, PNG, GIF, BMP અને TIFFનો સમાવેશ થાય છે.સામાન્ય વેક્ટર ફોર્મેટમાં SVG, AI, EPS, CDR અને PDFનો સમાવેશ થાય છે.

Raster Image ના ઉદાહરણ અને તેના પૂરાં નામ

ઈમેજ ફોર્મેટપૂરું નામ
JPG / JPEGJoint Photographic Experts Group
PNGPortable Network Graphics
GIFGraphics Interchange Format
BMPBitmap Image File
TIFFTagged Image File Format
WebPWeb Picture

Vector Image ના ઉદાહરણ અને તેના પૂરાં નામ

ઈમેજ ફોર્મેટપૂરું નામ
SVGScalable Vector Graphics
AIAdobe Illustrator Artwork
EPSEncapsulated PostScript
CDRCorelDRAW File
PDFPortable Document Format
WMFWindows Metafile