લેશન - ૩૧.૧ : એનિમેશન ટેબ : MS PowerPoint

image

Animation Tabઉપયોગ
Animation TabPowerPoint માં ઑબ્જેક્ટ, ટેક્સ્ટ અથવા ચિત્ર પર એનિમેશન લાગુ કરવા માટે Animation Tab નો ઉપયોગ થાય છે.
Previewલાગુ કરેલું એનિમેશન સ્લાઇડમાં કેવી રીતે દેખાશે તે જોવા માટે Preview નો ઉપયોગ થાય છે.
Animationપસંદ કરેલા ટેક્સ્ટ અથવા ઑબ્જેક્ટને વિવિધ પ્રકારની એનિમેશન ઇફેક્ટ આપવા માટે તેનો ઉપયોગ થાય છે.
Add Animationએક જ ઑબ્જેક્ટમાં એક કરતાં વધુ એનિમેશન ઇફેક્ટ ઉમેરવા માટે Add Animation નો ઉપયોગ થાય છે.
Animation Paneસ્લાઇડમાં લાગુ કરેલા તમામ એનિમેશનની યાદી જોવા અને તેની ક્રમબદ્ધતા બદલવા માટે Animation Pane નો ઉપયોગ થાય છે.
Triggerકોઈ ચોક્કસ ઑબ્જેક્ટ પર ક્લિક કરવાથી એનિમેશન શરૂ કરવા માટે Trigger નો ઉપયોગ થાય છે.
Animation Painterએક ઑબ્જેક્ટનું એનિમેશન બીજા ઑબ્જેક્ટ પર કૉપી કરવા માટે Animation Painter નો ઉપયોગ થાય છે.
Startએનિમેશન ક્યારે શરૂ થશે તે નક્કી કરવા માટે Start વિકલ્પનો ઉપયોગ થાય છે. જેમ કે On Click, With Previous અને After Previous.
Durationએનિમેશન કેટલા સમય સુધી ચાલશે તે નક્કી કરવા માટે Duration નો ઉપયોગ થાય છે.
Delayએનિમેશન શરૂ થતાં પહેલાં કેટલો સમય રાહ જોવી તે નક્કી કરવા માટે Delay નો ઉપયોગ થાય છે.
Reorder Animationએકથી વધુ એનિમેશનનો ક્રમ આગળ અથવા પાછળ કરવા માટે Reorder Animation નો ઉપયોગ થાય છે.