લેશન - ૩૨.૧ : સ્પ્રેડશીટનો પરિચય અને તેની વિશેષતાઓ
સ્પ્રેડશીટ શું છે?
સ્પ્રેડશીટ એ પંક્તિઓ અને કૉલમથી બનેલું ઇલેક્ટ્રોનિક કાર્યપત્રક છે, જેમાં માહિતી દાખલ કરી શકાય છે, ગણતરી કરી શકાય છે, માહિતીનું વિશ્લેષણ કરી શકાય છે અને ચાર્ટ બનાવી શકાય છે.
| વિશેષતા | વર્ણન |
|---|
| ગણતરી | ફોર્મ્યુલા અને ફંક્શન દ્વારા સરળતાથી ગણતરી કરી શકાય છે. |
| ડેટા ગોઠવણી | માહિતીનું Sort અને Filter કરી શકાય છે. |
| ડેટા ફોર્મેટિંગ | અક્ષર, રંગ, બોર્ડર અને સંખ્યાનું ફોર્મેટ બદલી શકાય છે. |
| ડેટા પ્રકાર | સ્પ્રેડશીટમાં ઉદાહરણ |
|---|
| ટેક્સ્ટ (Text) | રામ, અમદાવાદ, કમ્પ્યુટર |
| સંખ્યા (Number) | 100, 250, 5000 |
| તારીખ (Date) | 07/09/2026 |
| સમય (Time) | 10:30 AM |
| ચલણ (Currency) | ₹500, ₹1,250 |
| ટકાવારી (Percentage) | 75%, 90% |
| ફોર્મ્યુલા (Formula) | =A1+B1 |