લેશન - ૩૩ : સેલ રેફરન્સિંગ અને શીટ્સને લિન્ક કરવીી

સેલ રેફરન્સિંગ શું છે?

Excel માં કોઈ ફોર્મ્યુલામાં બીજા સેલનું સ્થાન અથવા સરનામું ઉપયોગ કરીને તેની કિંમત મેળવવાની પ્રક્રિયાને સેલ રેફરન્સિંગ કહેવામાં આવે છે.
ઉદાહરણ: =A1+B1

સેલ રેફરન્સિંગના પ્રકારો અને તેનો ઉપયોગ

સેલ રેફરન્સિંગનો પ્રકારઉપયોગ
રિલેટિવ રેફરન્સિંગ (Relative Referencing)ફોર્મ્યુલા બીજા સેલમાં Copy અથવા Drag કરવાથી સેલનું સરનામું આપમેળે બદલાય છે. ઉદાહરણ: =A1+B1
એબ્સોલ્યુટ રેફરન્સિંગ (Absolute Referencing)ફોર્મ્યુલા Copy અથવા Drag કરવા છતાં સેલનું સરનામું બદલાતું નથી. $ ચિહ્નનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: =$A$1
મિક્સ્ડ રેફરન્સિંગ (Mixed Referencing)સેલના સરનામામાં Row અથવા Column માંથી એકને સ્થિર રાખવામાં આવે છે અને બીજું બદલાય છે. ઉદાહરણ: =$A1 અથવા =A$1

શીટ્સને લિંક કરવી શું છે?

Excel માં એક શીટ અથવા ફાઇલના ડેટાને બીજી શીટ અથવા ફાઇલ સાથે જોડવાની પ્રક્રિયાને શીટ્સને લિંક કરવી (Linking Sheets) કહેવામાં આવે છે.
તેના દ્વારા એક જગ્યાએ થયેલો ડેટાનો ફેરફાર બીજી જગ્યાએ આપમેળે દર્શાવી શકાય છે.

શીટ્સને લિંક કરવાના પ્રકારો અને તેનો ઉપયોગ

શીટ્સને લિંક કરવાનો પ્રકારઉપયોગ
એક જ વર્કબુકમાં શીટ લિંક કરવીએક જ Excel વર્કબુકની એક શીટનો ડેટા બીજી શીટમાં મેળવવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણ: =Sheet2!A1
અલગ અલગ ફાઇલ લિંક કરવીએક Excel ફાઇલનો ડેટા બીજી Excel ફાઇલમાં મેળવવા માટે ઉપયોગ થાય છે. એક ફાઇલમાં ફેરફાર કરવાથી લિંક કરેલો ડેટા બીજી ફાઇલમાં અપડેટ થઈ શકે છે. ઉદાહરણ: ='[Sales.xlsx]Sheet1'!A1