લેશન - ૩૪ : સ્પ્રેડશીટમાં વિવિધ ફંક્શનનો પરિચય
| ફંક્શન | ઉપયોગ (ગુજરાતીમાં) | MS Excel ઉદાહરણ |
|---|---|---|
| SUM | સંખ્યાઓનો કુલ સરવાળો કરે છે. | =SUM(A1:A5) |
| AVERAGE | સંખ્યાઓની સરેરાશ કાઢે છે. | =AVERAGE(A1:A5) |
| MAX | સૌથી મોટી કિંમત બતાવે છે. | =MAX(A1:A5) |
| MIN | સૌથી નાની કિંમત બતાવે છે. | =MIN(A1:A5) |
| ROUND | સંખ્યાને નિર્ધારિત દશાંશ સુધી ગોળ કરે છે. | =ROUND(A1,2) |
| IF | શરત મુજબ પરિણામ આપે છે. | =IF(A1>=35,"પાસ","નાપાસ") |
| AND | બધી શરતો સાચી હોય તો TRUE આપે છે. | =AND(A1>35,B1>35) |
| OR | કોઈ એક શરત સાચી હોય તો TRUE આપે છે. | =OR(A1>35,B1>35) |
| NOT | પરિણામને ઉલટાવે છે. | =NOT(A1>35) |
| IFERROR | ભૂલ આવે તો વૈકલ્પિક પરિણામ આપે છે. | =IFERROR(A1/B1,0) |
| CONCATENATE | બે અથવા વધુ લખાણ જોડે છે. | =CONCATENATE(A1," ",B1) |
| LEFT | ડાબી બાજુથી અક્ષરો આપે છે. | =LEFT(A1,3) |
| LEN | લખાણની લંબાઈ ગણે છે. | =LEN(A1) |
| UPPER | લખાણને મોટા અક્ષરમાં ફેરવે છે. | =UPPER(A1) |
| TRIM | વધારાની ખાલી જગ્યાઓ દૂર કરે છે. | =TRIM(A1) |
| VLOOKUP | ઊભી કોષ્ટકમાંથી માહિતી શોધે છે. | =VLOOKUP(A1,C1:E10,2,FALSE) |
| HLOOKUP | આડી કોષ્ટકમાંથી માહિતી શોધે છે. | =HLOOKUP(A1,A1:E5,2,FALSE) |
| MATCH | કિંમતનું સ્થાન (પોઝિશન) શોધે છે. | =MATCH(A1,B1:B10,0) |
| INDEX | નિર્ધારિત સ્થાનની કિંમત આપે છે. | =INDEX(A1:A10,3) |
| TRANSPOSE | પંક્તિને સ્તંભમાં અથવા સ્તંભને પંક્તિમાં ફેરવે છે. | =TRANSPOSE(A1:C3) |
| TODAY | આજની તારીખ બતાવે છે. | =TODAY() |
| NOW | વર્તમાન તારીખ અને સમય બતાવે છે. | =NOW() |
| YEAR | તારીખમાંથી વર્ષ આપે છે. | =YEAR(A1) |
| MONTH | તારીખમાંથી મહિનો આપે છે. | =MONTH(A1) |
| DAY | તારીખમાંથી દિવસ આપે છે. | =DAY(A1) |
| Start Date | શરૂઆતની તારીખ. | 01/01/2026 |
| End Date | અંતિમ તારીખ. | 31/12/2026 |