લેશન - ૩૮ : રેફરન્સ અને સેલ નેમિંગના પ્રકારો
સેલ રેફરન્સ શું છે?
સેલ રેફરન્સ Excel માં કોઈ ચોક્કસ સેલનું સ્થાન દર્શાવતું સરનામું સેલ રેફરન્સ કહેવાય છે. તે Column Letter અને Row Number થી બને છે.
ઉદાહરણ A1, B5, C10 વગેરે.
સેલ રેફરન્સના પ્રકાર
| ક્રમાંક | પ્રકાર | વર્ણન | ઉદાહરણ |
|---|---|---|---|
| 1 | Relative Reference (સાપેક્ષ રેફરન્સ) | Formula ને બીજા સેલમાં Copy અથવા Move કરવાથી Row અને Column બંનેનું રેફરન્સ બદલાય છે. | A1 |
| 2 | Absolute Reference (નિરપેક્ષ રેફરન્સ) | Formula Copy અથવા Move કરવાથી Row અને Columnનું રેફરન્સ બદલાતું નથી. Row અને Column પહેલાં $ ચિહ્ન વપરાય છે. | $A$1 |
| 3 | Mixed Reference (મિશ્ર રેફરન્સ) | Row અથવા Columnમાંથી માત્ર એકનું રેફરન્સ સ્થિર રહે છે અને બીજું બદલાય છે. | $A1 અથવા A$1 |