લેશન - ૫૦.૧ : DDl,DML,DCL સ્ટેટમેન્ટ અને વિવિધ ડેટા ટાઈપ્સ
What is Data Types?
Database માં કોઈ Column માં કયા પ્રકારનો Data સંગ્રહિત કરી શકાય તે નક્કી કરતો પ્રકાર એટલે Data Type.
SQL Data Types
1 – Binary Data Types
| Data Type | માહિતી |
|---|---|
binary | બાઈનરી ડેટા સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. તેની લંબાઈ નિશ્ચિત હોય છે. |
varbinary | બદલાતી લંબાઈનો બાઈનરી ડેટા સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
image | બાઈનરી સ્વરૂપે મોટા ડેટા જેમ કે Image અથવા File સંગ્રહિત કરવા માટે ઉપયોગ થતો Data Type. |
2 – Approximate Numeric Data Type
| Data Type | માહિતી |
|---|---|
float | દશાંશ સંખ્યાઓને અંદાજિત ચોકસાઈ સાથે સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
real | દશાંશ સંખ્યાઓને અંદાજિત ચોકસાઈ સાથે સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે અને float કરતાં ઓછી ચોકસાઈ ધરાવે છે. |
3 – Exact Numeric Data Type
| Data Type | માહિતી |
|---|---|
int | પૂર્ણ સંખ્યાઓ (Integer) સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
smallint | નાની શ્રેણીની પૂર્ણ સંખ્યાઓ સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
bit | 0 અથવા 1 જેવી Binary/Boolean કિંમત સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
decimal | ચોક્કસ દશાંશ સંખ્યાઓ સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
numeric | ચોક્કસ દશાંશ સંખ્યાઓ સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. decimal અને numeric સામાન્ય રીતે સમાન રીતે કામ કરે છે. |
4 – Character String Data Types
| Data Type | માહિતી |
|---|---|
char | નિશ્ચિત લંબાઈનો Character/String Data સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
varchar / varchar2 | બદલાતી લંબાઈનો Character/String Data સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. VARCHAR2 મુખ્યત્વે Oracle Database માં વપરાય છે. |
text | લાંબો Character અથવા Text Data સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
5 – Date & Time Data Types
| Data Type | માહિતી |
|---|---|
date | તારીખ સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
time | સમય સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |
timestamp | તારીખ અને સમય બંનેને સંગ્રહિત કરવા માટે ઉપયોગ થાય છે. |