લેશન - ૫૯ : કોમ્પ્યુટર નેટવર્કનો ખ્યાલ

Topicsમાહિતી
What is Network?બે અથવા વધુ કમ્પ્યુટર તથા અન્ય ઉપકરણોને એકબીજા સાથે જોડીને માહિતી અને સંસાધનોની આપલે કરવાની વ્યવસ્થાને કમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે.
Use of Networkફાઇલો અને ડેટાની આપલે, પ્રિન્ટર જેવા સાધનોની વહેંચણી, ઇન્ટરનેટનો ઉપયોગ, સંદેશાવ્યવહાર અને સંસાધનોની વહેંચણી માટે નેટવર્કનો ઉપયોગ થાય છે.
Types of Networkનેટવર્કને તેના વિસ્તાર અને ઉપયોગના આધારે PAN, LAN, CAN, MAN અને WAN જેવા પ્રકારોમાં વહેંચવામાં આવે છે.
PANPersonal Area Network એટલે વ્યક્તિગત વિસ્તારનું નેટવર્ક. તેનો ઉપયોગ વ્યક્તિની આસપાસના નાના વિસ્તારમાં મોબાઇલ, કમ્પ્યુટર, સ્માર્ટવોચ વગેરે જોડવા માટે થાય છે.
LANLocal Area Network એટલે સ્થાનિક વિસ્તારનું નેટવર્ક. તેનો ઉપયોગ ઘર, ઓફિસ, શાળા અથવા લેબોરેટરી જેવા નાના વિસ્તારમાં થાય છે.
CANCampus Area Network એટલે કેમ્પસ વિસ્તારનું નેટવર્ક. તેનો ઉપયોગ કોલેજ, યુનિવર્સિટી અથવા મોટા કેમ્પસમાં આવેલી વિવિધ ઇમારતોને જોડવા માટે થાય છે.
MANMetropolitan Area Network એટલે મહાનગર વિસ્તારનું નેટવર્ક. તેનો ઉપયોગ શહેર અથવા મોટા શહેરી વિસ્તારમાં વિવિધ નેટવર્કને જોડવા માટે થાય છે.
WANWide Area Network એટલે વિશાળ વિસ્તારનું નેટવર્ક. તેનો ઉપયોગ દેશો અથવા સમગ્ર વિશ્વમાં આવેલા કમ્પ્યુટર અને નેટવર્કને જોડવા માટે થાય છે. ઇન્ટરનેટ તેનું મુખ્ય ઉદાહરણ છે.