લેશન - ૭.૨ પ્રોસેસરના વિવિધ પ્રકારો
| વિગત | માહિતી |
|---|---|
| પ્રોસેસર એટલે: | પ્રોસેસર એ કમ્પ્યુટરનું મુખ્ય ભાગ છે, જે પ્રોગ્રામની સૂચનાઓનું અર્થઘટન કરીને ડેટા પર પ્રક્રિયા કરે છે અને પરિણામ આપે છે. તેને CPU (Central Processing Unit) પણ કહેવામાં આવે છે. |
| પ્રોસેસરના 4 કાર્ય સિદ્ધાંત: | 1. સૂચના મેળવવી (Fetch) 2. સૂચનાનું અર્થઘટન કરવું (Decode) 3. સૂચના પર પ્રક્રિયા કરવી (Execute) 4. પરિણામ સંગ્રહિત કરવું (Store) |
| કોર એટલે: | કોર એ પ્રોસેસરની અંદર રહેલું સ્વતંત્ર પ્રોસેસિંગ યુનિટ છે. એક કરતાં વધુ કોર ધરાવતા પ્રોસેસરને મલ્ટી કોર પ્રોસેસર કહેવામાં આવે છે. |
| પ્રોસેસર નિર્માણકારો: | Intel, AMD, Apple, Qualcomm, MediaTek, IBM વગેરે. |
| INTEL ના પ્રોસેસરો: | Intel Core i3, Intel Core i5, Intel Core i7, Intel Core i9, Intel Xeon વગેરે. |
| AMD ના પ્રોસેસરો: | AMD Ryzen 3, AMD Ryzen 5, AMD Ryzen 7, AMD Ryzen 9, AMD Threadripper વગેરે. |