લેશન - ૭૪.૧ : સમાજિક નેટવર્કિંગ ખ્યાલ
| વિષય | માહિતી |
|---|---|
| સામાજિક નેટવર્કિંગ ખ્યાલો | સામાજિક નેટવર્કિંગ એટલે ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે જોડાવું, માહિતીનું આદાનપ્રદાન કરવું અને સંવાદ કરવો. વ્યક્તિ પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે, મિત્રો સાથે જોડાઈ શકે છે, સંદેશા મોકલી શકે છે, ફોટા અને વિડિયો શેર કરી શકે છે તથા વિવિધ પ્રકારની માહિતી મેળવી શકે છે. તેનો ઉપયોગ વ્યક્તિગત સંપર્ક, શિક્ષણ, વ્યવસાય, મનોરંજન અને માહિતી મેળવવા માટે થાય છે. સામાજિક નેટવર્કિંગનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત માહિતીની સુરક્ષા અને ગોપનીયતાનું ધ્યાન રાખવું જરૂરી છે. |
| સામાજિક નેટવર્કિંગ સાઇટ્સની યાદી (List of SNC) | 1. Facebook: મિત્રો અને પરિવાર સાથે જોડાવા અને માહિતી શેર કરવા માટેની સેવા. |
| 2. Instagram: ફોટા, વિડિયો, સ્ટોરી અને રીલ્સ શેર કરવા માટેનું પ્લેટફોર્મ. | |
| 3. WhatsApp: મેસેજ, વોઇસ કોલ, વિડિયો કોલ અને ફાઇલ શેર કરવા માટેની સેવા. | |
| 4. X: સમાચાર, વિચારો અને ટૂંકા સંદેશાઓ શેર કરવા માટેનું પ્લેટફોર્મ. | |
| 5. LinkedIn: વ્યવસાયિક સંપર્ક, નોકરી અને કારકિર્દી માટેનું સોશિયલ નેટવર્ક. | |
| 6. YouTube: વિડિયો જોવા, અપલોડ કરવા અને શેર કરવા માટેનું પ્લેટફોર્મ. | |
| 7. Telegram: મેસેજ, ગ્રુપ, ચેનલ અને ફાઇલ શેરિંગ માટેની સેવા. | |
| 8. Snapchat: ફોટા અને ટૂંકા વિડિયો દ્વારા મિત્રો સાથે સંપર્ક કરવા માટેનું પ્લેટફોર્મ. |