લેશન ૮.૨ વિવિધ ઉપકરણોનો ઉપયોગ અને વિશેષતાઓ : ભાગ – ૨
(3) પ્રિન્ટર (Printer)

| મુદ્દો | વિગતો |
|---|---|
| વ્યાખ્યા | કમ્પ્યુટરમાં સંગ્રહિત માહિતી, લખાણ અથવા ચિત્રોને કાગળ પર છાપી આપતું આઉટપુટ ઉપકરણ પ્રિન્ટર કહેવાય છે. |
| કાર્ય | કમ્પ્યુટરમાં રહેલી માહિતી, દસ્તાવેજો, ચિત્રો વગેરેને કાગળ પર પ્રિન્ટ કરવાનું કાર્ય કરે છે. |
| પ્રકાર | 1. ઇમ્પેક્ટ પ્રિન્ટર 2. નોન-ઇમ્પેક્ટ પ્રિન્ટર |
(1) ઇમ્પેક્ટ પ્રિન્ટર
| પ્રકાર | વિગતો |
|---|---|
| કેરેક્ટર પ્રિન્ટર | પ્રિન્ટ હેડમાં રહેલી પિન કાગળ પર રિબનને અથડાવીને નાના નાના બિંદુઓ દ્વારા અક્ષરો અને ચિત્રો છાપે છે. ઉદાહરણ તરીકે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર |
| લાઇન પ્રિન્ટર | ચક્ર પર આવેલા અક્ષરોમાંથી જરૂરી અક્ષરને રિબન પર અથડાવીને કાગળ પર છાપે છે.ઉદાહરણ તરીકે ડેઝી વ્હીલ પ્રિન્ટર |
(2) નોન-ઇમ્પેક્ટ પ્રિન્ટર
| પ્રકાર | વિગતો |
|---|---|
| નોન-ઇમ્પેક્ટ પ્રિન્ટર | કાગળને સીધો અથડાવ્યા વગર શાહી અથવા ટોનરની મદદથી પ્રિન્ટ કરે છે. ઉદાહરણ તરીકે ઇન્કજેટ અને લેસર પ્રિન્ટર. |
(4) પ્લોટર (Plotter)

| મુદ્દો | વિગતો |
|---|---|
| વ્યાખ્યા | મોટા કદના કાગળ પર નકશા, ડિઝાઇન, ચાર્ટ, ગ્રાફ અને તકનીકી આકૃતિઓ દોરવા માટે વપરાતું આઉટપુટ ઉપકરણ પ્લોટર કહેવાય છે. |
| ઉપયોગ | એન્જિનિયરિંગ ડ્રોઇંગ, આર્કિટેક્ચરલ ડિઝાઇન, નકશા, ગ્રાફ અને મોટા કદની આકૃતિઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. |
| પ્રકાર (1) | ફ્લેટબેડ પ્લોટર |
| પ્રકાર (2) | ડ્રમ પ્લોટર |