લેશન - ૯ : ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય

OS શું છે?

ઓપરેટિંગ સિસ્ટમ (OS) એ એક સિસ્ટમ સોફ્ટવેર છે, જે કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંકલન કરે છે અને કમ્પ્યુટરના સંસાધનોનું સંચાલન કરે છે.

OS ના પ્રકાર અને વિશેષતાઓ

OS નો પ્રકારવિશેષતા
સિંગલ યુઝર (સિંગલ ટાસ્કિંગ)એક સમયે એક જ વપરાશકર્તા અને એક જ કાર્ય કરી શકે છે.
સિંગલ યુઝર (મલ્ટી ટાસ્કિંગ)એક વપરાશકર્તા એક જ સમયે એકથી વધુ કાર્યો કરી શકે છે.
મલ્ટી યુઝરએક જ સમયે અનેક વપરાશકર્તાઓ કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.
બેચ પ્રોસેસિંગસમાન પ્રકારના અનેક કાર્યોને એક જૂથ એટલે કે બેચમાં એકસાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
રીયલ ટાઈમડેટા અથવા ઘટનાની પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયમાં કરીને તરત જ પરિણામ આપે છે.
ટાઈમ શેરિંગCPU નો સમય અનેક વપરાશકર્તાઓ અથવા કાર્યો વચ્ચે વહેંચવામાં આવે છે.
નેટવર્કનેટવર્ક સાથે જોડાયેલા કમ્પ્યુટરો વચ્ચે સંસાધનો અને માહિતીની આપલે કરવામાં મદદ કરે છે.
ડિસ્ટ્રિબ્યુટેડઅનેક કમ્પ્યુટરોની કામગીરીને એક સિસ્ટમની જેમ સંકલિત કરીને કાર્ય કરવામાં આવે છે.
મોબાઇલમોબાઇલ અને અન્ય પોર્ટેબલ ઉપકરણો માટે બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ.