પ્રેકટિકલ - ૧૨ : PC માં ગુજરાતી કેવી રીતે શરૂ કરવું ?
| સ્ટેપ | સામાન્ય સમજુતી |
|---|---|
| 1 | કમ્પ્યુટર ચાલુ કરો અને Windows Settings ખોલો. |
| 2 | Time & Language વિકલ્પ પસંદ કરો. |
| 3 | Language & Region માં જઈને Add a Language પર ક્લિક કરો. |
| 4 | ભાષાની યાદીમાંથી Gujarati (ગુજરાતી) પસંદ કરો અને તેને ઇન્સ્ટોલ કરો. |
| 5 | ગુજરાતી કીબોર્ડ ઉમેર્યા પછી Gujarati Keyboard પસંદ કરો. |
| 6 | ગુજરાતી અને અંગ્રેજી કીબોર્ડ વચ્ચે બદલવા માટે Windows Key + Spacebar દબાવો. |
| 7 | હવે Notepad, MS Word અથવા કોઈપણ લખાણની એપ્લિકેશન ખોલો. |
| 8 | ગુજરાતી કીબોર્ડ પસંદ કરીને ગુજરાતી ટાઇપ કરવાનું શરૂ કરો. |
| 9 | ગુજરાતી લખતી વખતે યોગ્ય કીબોર્ડ લેઆઉટ અને ભાષા પસંદ કરેલી છે તેની ખાતરી કરો. |