પ્રેકટિકલ-૨૩ : ISO ઇમેજ બનાવવી - ફ્લેશ ડ્રાઈવ

image

OS ઇન્સ્ટોલ કરવા બુટેબલ પેનડ્રાઇવ બનાવવાની રીત જણાવો.

સ્ટેપકાર્ય / સમજુતી
1સૌપ્રથમ જરૂરી ISO ફાઇલ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો અને USB પેન ડ્રાઇવ જોડો.
2Rufus સોફ્ટવેર ખોલો અને USB પેન ડ્રાઇવને પસંદ કરો.
3Boot Selection માં Disk or ISO image પસંદ કરો.
4SELECT બટન પર ક્લિક કરીને જરૂરી ISO ફાઇલ પસંદ કરો.
5Partition Scheme માં કમ્પ્યુટર મુજબ MBR અથવા GPT પસંદ કરો.
6File System તરીકે સામાન્ય રીતે NTFS અથવા FAT32 પસંદ કરો.
7બધી સેટિંગ ચકાસીને START બટન પર ક્લિક કરો.
8USB પેન ડ્રાઇવનો ડેટા ડિલીટ થવાની ચેતવણી આવે ત્યારે OK પર ક્લિક કરો.
9ISO ફાઇલ પેન ડ્રાઇવમાં લખાય ત્યાં સુધી રાહ જુઓ અને પ્રક્રિયા પૂર્ણ થવા દો.
10પ્રક્રિયા પૂર્ણ થયા પછી READY દેખાશે. હવે બુટેબલ પેન ડ્રાઇવ તૈયાર છે.
11પેન ડ્રાઇવને સુરક્ષિત રીતે Eject કરો અને OS ઇન્સ્ટોલ કરવા તેનો ઉપયોગ કરો.