પ્રેકટિકલ-૨૪ : સામાન્ય DOS કમાન્ડનો ઉપયોગ: (ભાગ-A )

| પ્રેક્ટિકલ ટોપિક | સામાન્ય માહિતી |
|---|---|
| DOS શું છે? | DOS એટલે Disk Operating System. તે કમાન્ડ દ્વારા કમ્પ્યુટરની ફાઇલો, ફોલ્ડર અને ડિસ્કનું સંચાલન કરવા માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. |
| DOS કેવી રીતે શરૂ કરવું? | Windows માં Command Prompt ખોલવા માટે Win + R દબાવીને cmd લખો અને Enter દબાવો. |
| DATE | કમ્પ્યુટરની વર્તમાન તારીખ જોવા અથવા બદલવા માટે DATE કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: DATE |
| TIME | કમ્પ્યુટરનો વર્તમાન સમય જોવા અથવા બદલવા માટે TIME કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: TIME |
| DIR | વર્તમાન ફોલ્ડરમાં રહેલી ફાઇલો અને ફોલ્ડરની યાદી જોવા માટે DIR કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: DIR |
| CLS | Command Prompt ની સ્ક્રીન સાફ કરવા માટે CLS કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: CLS |
| CD | બીજા ફોલ્ડરમાં જવા માટે CD કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: CD DATA |
| CD.. | વર્તમાન ફોલ્ડરમાંથી એક લેવલ ઉપર જવા માટે CD.. કમાન્ડનો ઉપયોગ થાય છે. |
| MD | નવું ફોલ્ડર બનાવવા માટે MD એટલે કે Make Directory કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: MD DATA |
| RD | ફોલ્ડર દૂર કરવા માટે RD એટલે કે Remove Directory કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: RD DATA |
| REN | ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા માટે REN એટલે કે Rename કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: REN OLD.TXT NEW.TXT |
| DEL | ફાઇલ કાઢી નાખવા માટે DEL એટલે કે Delete કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: DEL TEST.TXT |