પ્રેકટિકલ-૩ : વિદ્યુત આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ
જો ઇલેક્ટ્રિક આગ શરૂ થાય તો... શું કરવું જોઈએ?
- તરત જ મુખ્ય વીજ પુરવઠો બંધ કરવો.
- આગથી સુરક્ષિત અંતર જાળવવું.
- પાણીનો ઉપયોગ ન કરવો.
- યોગ્ય પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો, જેમ કે CO₂ અથવા ડ્રાય કેમિકલ પાવડર અગ્નિશામક.
- આગ કાબૂમાં ન આવે તો તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવી.
જો ઇલેક્ટ્રિક આગ ઓલવવામાં નિષ્ફળ જતા હોવ તો... શું કરવું જોઈએ?
- આગથી દૂર સુરક્ષિત સ્થળે જવું.
- મુખ્ય વીજ પુરવઠો બંધ કરવો.
- આગ વધુ ફેલાય તે પહેલાં સ્થળ ખાલી કરવું.
- તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવી.
ઇલેક્ટ્રિક આગ ન લાગે તે માટેની તકેદારીઓ... શું કરવું જોઈએ?
- વીજ વાયર અને કેબલનું નિયમિત નિરીક્ષણ કરવું.
- ક્ષતિગ્રસ્ત અથવા ખુલ્લા વાયરનો ઉપયોગ ન કરવો.
- સોકેટ અને પ્લગ પર વધુ પડતો ભાર ન મૂકવો.
- યોગ્ય ક્ષમતાના ફ્યુઝ અને MCB નો ઉપયોગ કરવો.
- વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી સ્વિચ બંધ કરવો.
- વીજ ઉપકરણોની આસપાસ પાણી અને ભેજથી દૂર રહેવું.
- વિદ્યુત ઉપકરણોમાં ખામી જણાય તો લાયકાત ધરાવતા ઇલેક્ટ્રિશિયનની મદદ લેવી.