પ્રેકટિકલ-૩૫ : ફોરમેટ દસ્તાવેજો

ટોપિકસામાન્ય સમજુતી / કાર્ય
દસ્તાવેજના પેજ સેટ કરવુંMS Word માં પેજનું કદ, ઓરિએન્ટેશન, માર્જિન અને પેજ લેઆઉટ સેટ કરવું. Page Size માંથી જરૂરી પેજ સાઇઝ પસંદ કરવી અને Orientation માંથી Portrait અથવા Landscape પસંદ કરવું.
સ્ટાઇલ સેટ લાગુ કરવીદસ્તાવેજના લખાણને સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે Heading, Title, Subtitle વગેરે Style Sets લાગુ કરવા. આથી સમગ્ર દસ્તાવેજમાં એકસરખી ફોર્મેટિંગ જાળવી શકાય છે.
હેડર અને ફૂટર દાખલ કરી તેમાં ફેરફાર કરવોપેજના ઉપરના ભાગમાં Header અને નીચેના ભાગમાં Footer ઉમેરવા. તેમાં દસ્તાવેજનું નામ, તારીખ, પેજ નંબર વગેરે માહિતી દાખલ કરી શકાય છે અને જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકાય છે.
પેજની પૃષ્ઠભૂમિના તત્વોને ગોઠવવાપેજની પૃષ્ઠભૂમિમાં Watermark, Page Color અને Page Border જેવા તત્વો ઉમેરવા અથવા તેમાં ફેરફાર કરવો. આથી દસ્તાવેજને વધુ આકર્ષક અને વ્યવસ્થિત બનાવી શકાય છે.