પ્રેકટિકલ-૪૨ : ટેબલોમાં ફેરફાર કરો

ટોપિકસામાન્ય સમજુતી / કાર્ય
Sort table dataટેબલમાં રહેલા ડેટાને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે Sort વિકલ્પનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટ, નંબર અથવા તારીખના આધારે ડેટા ગોઠવી શકાય છે.
Configure cell margins and spacingસેલની અંદરના લખાણ અને સેલની બોર્ડર વચ્ચેનું અંતર Cell Margins દ્વારા ગોઠવી શકાય છે. સેલ વચ્ચેનું અંતર પણ જરૂરી મુજબ સેટ કરી શકાય છે.
Merge and split cellsબે અથવા વધુ સેલને એક સેલમાં જોડવા માટે Merge Cells નો ઉપયોગ થાય છે. એક સેલને બે અથવા વધુ સેલમાં વિભાજિત કરવા માટે Split Cells નો ઉપયોગ થાય છે.
Resize tables, rows, and columnsટેબલની પહોળાઈ અને ઊંચાઈ, તેમજ Row અને Column નું કદ જરૂરિયાત મુજબ વધારી અથવા ઘટાડી શકાય છે.
Split tablesએક ટેબલને બે અલગ અલગ ટેબલમાં વિભાજિત કરવા માટે Split Table વિકલ્પનો ઉપયોગ થાય છે. જ્યાંથી ટેબલ વિભાજિત કરવું હોય ત્યાં કર્સર રાખીને આ વિકલ્પ પસંદ કરી શકાય છે.
Configure a repeating row headerલાંબા ટેબલમાં દરેક નવા પેજ પર ટેબલની Header Row ફરીથી દર્શાવવા માટે Repeat Header Rows વિકલ્પનો ઉપયોગ થાય છે.