પ્રેકટિકલ-૪૭ : ચિત્રો અને ટેક્સ બોક્સ ફોરમેટ કરો
| ટોપિક | સામાન્ય સમજુતી / કાર્ય |
|---|---|
| કલાત્મક અસરો લાગુ કરવી (Apply artistic effects) | ચિત્રને વિવિધ કલાત્મક અસર આપીને તેની દેખાવમાં ફેરફાર કરી શકાય છે. જેમ કે Blur, Pencil Sketch, Paint Brush વગેરે અસરનો ઉપયોગ કરી શકાય છે. |
| ચિત્રની અસરો અને ચિત્ર શૈલીઓ લાગુ કરવી (Apply picture effects and picture styles) | ચિત્રમાં Shadow, Reflection, Glow, Soft Edges જેવી અસરો લાગુ કરી શકાય છે. Picture Styles દ્વારા ચિત્રને અલગ અલગ ડિઝાઇન અને બોર્ડર આપી શકાય છે. |
| ચિત્રની પૃષ્ઠભૂમિ દૂર કરવી (Remove picture backgrounds) | ચિત્રની અનિચ્છનીય પૃષ્ઠભૂમિને દૂર કરવા માટે Remove Background વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. જરૂરી ભાગને રાખીને બાકીનો ભાગ દૂર કરી શકાય છે. |
| ગ્રાફિક તત્વોને ફોર્મેટ કરવું (Format graphic elements) | Shapes, Icons અને અન્ય ગ્રાફિક તત્વોમાં રંગ, બોર્ડર, કદ, આકાર, અસર અને ગોઠવણીમાં ફેરફાર કરી શકાય છે. |
| SmartArt ગ્રાફિક્સને ફોર્મેટ કરવું (Format SmartArt graphics) | SmartArt ગ્રાફિક્સમાં રંગ, શૈલી, આકાર, કદ અને લેઆઉટ બદલી શકાય છે. તેનો ઉપયોગ માહિતી અથવા પ્રક્રિયાને સરળતાથી દર્શાવવા માટે થાય છે. |
| 3D મોડેલને ફોર્મેટ કરવું (Format 3D models) | 3D મોડેલનું કદ, સ્થિતિ, દિશા, દેખાવ અને ગોઠવણી બદલી શકાય છે. 3D મોડેલને વિવિધ ખૂણાથી જોઈ અને ફોર્મેટ કરી શકાય છે. |