પ્રેકટિકલ-૪૮ : ગ્રાફિક તત્વો માં ટેક્સ ઉમેરો
| ટોપિક | સામાન્ય સમજુતી / કાર્ય |
|---|---|
| ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટ ઉમેરવું અને તેમાં ફેરફાર કરવો | MS Word માં Insert → Text Box દ્વારા ટેક્સ્ટ બોક્સ ઉમેરવામાં આવે છે. તેમાં જરૂરી ટેક્સ્ટ લખી શકાય છે અને ટેક્સ્ટનો Font, Size, Color, Alignment વગેરે બદલી શકાય છે. ટેક્સ્ટ બોક્સનું કદ, સ્થાન અને બોર્ડર પણ બદલી શકાય છે. |
| આકારોમાં ટેક્સ્ટ ઉમેરવું અને તેમાં ફેરફાર કરવો | MS Word માં Insert → Shapes દ્વારા વિવિધ આકારો ઉમેરવામાં આવે છે. આકાર પર Right Click → Add Text પસંદ કરીને તેમાં ટેક્સ્ટ લખી શકાય છે. લખેલા ટેક્સ્ટનું Font, Size, Color, Alignment વગેરે બદલી શકાય છે અને આકારનું Fill Color, Outline અને Size પણ બદલી શકાય છે. |
| SmartArt ગ્રાફિકની સામગ્રી ઉમેરવી અને તેમાં ફેરફાર કરવો | MS Word માં Insert → SmartArt દ્વારા પ્રક્રિયા, યાદી, ક્રમ અથવા સંગઠન દર્શાવવા માટે SmartArt ઉમેરવામાં આવે છે. SmartArt માં Add Shape દ્વારા નવા આકાર ઉમેરી શકાય છે અને Text Pane દ્વારા ટેક્સ્ટ ઉમેરવા અથવા તેમાં ફેરફાર કરી શકાય છે. SmartArt ની Layout, Color અને Style પણ બદલી શકાય છે. |