પ્રેકટિકલ-૫૦ : કોમેન્ટ ઉમેરો અને મેનેજ કરો

ટોપિકસામાન્ય સમજ / કાર્ય
ટિપ્પણીઓ ઉમેરવી (Add comments)દસ્તાવેજમાં કોઈ લખાણ પસંદ કરીને Review → New Comment પર ક્લિક કરીને ટિપ્પણી ઉમેરી શકાય છે. ટિપ્પણીમાં સૂચન, પ્રશ્ન અથવા નોંધ લખી શકાય છે.
ટિપ્પણીઓની સમીક્ષા અને જવાબ આપવો (Review and reply to comments)દસ્તાવેજમાં રહેલી ટિપ્પણીઓ વાંચી શકાય છે અને Reply વિકલ્પ દ્વારા ટિપ્પણીનો જવાબ આપી શકાય છે. જરૂરી હોય ત્યારે અન્ય વપરાશકર્તાની ટિપ્પણી પર પ્રતિભાવ આપી શકાય છે.
ટિપ્પણીઓનું નિરાકરણ કરવું (Resolve comments)ટિપ્પણીમાં આપેલ સૂચન અથવા પ્રશ્નનું કામ પૂર્ણ થયા પછી Resolve comment વિકલ્પ દ્વારા ટિપ્પણીને નિરાકરણ થયેલી તરીકે ચિહ્નિત કરી શકાય છે.
ટિપ્પણીઓ કાઢી નાખવી (Delete comments)અનાવશ્યક અથવા જૂની ટિપ્પણી પસંદ કરીને Review → Delete વિકલ્પ દ્વારા ટિપ્પણી કાઢી શકાય છે. જરૂર પડે તો દસ્તાવેજની બધી ટિપ્પણીઓ પણ કાઢી શકાય છે.