પ્રેકટિકલ-૫૧ : ફેરફાર ટ્રેકિંગ મેનેજ કરો

ટોપિકસામાન્ય સમજ / કાર્ય
ફેરફારો ટ્રેક કરો (Track Changes)MS Wordમાં દસ્તાવેજમાં કરવામાં આવેલા ફેરફારો જેમ કે લખાણ ઉમેરવું, કાઢી નાખવું અથવા બદલવું તે આપમેળે નોંધવા માટે Track Changes નો ઉપયોગ થાય છે.
ટ્રેક કરેલા ફેરફારોની સમીક્ષા કરો (Review tracked changes)દસ્તાવેજમાં થયેલા તમામ ટ્રેક કરેલા ફેરફારોને તપાસી શકાય છે. કયા વપરાશકર્તાએ કયો ફેરફાર કર્યો છે તે પણ જોઈ શકાય છે.
ટ્રેક કરેલા ફેરફારો સ્વીકારો અને નકારો (Accept and reject tracked changes)જરૂરી ફેરફારને Accept કરીને દસ્તાવેજમાં કાયમી રીતે લાગુ કરી શકાય છે અને અનિચ્છનીય ફેરફારને Reject કરીને દૂર કરી શકાય છે.
ફેરફાર ટ્રેકિંગને લોક અને અનલોક કરો (Lock and unlock change tracking)દસ્તાવેજમાં થયેલા ફેરફારોનું ટ્રેકિંગ બંધ ન થાય તે માટે Lock Tracking કરી શકાય છે. જરૂરી હોય ત્યારે તેને Unlock કરીને ફરી ફેરફાર કરી શકાય છે.