પ્રેકટિકલ-૬૦ : ટેક્સ્ટ અને ફકરા દાખલ કરો

વિષયસામાન્ય સમજુતી / કાર્ય
લખાણ શોધવું અને બદલવું (Find and Replace Text)MS Word માં મોટા દસ્તાવેજમાં કોઈ ચોક્કસ શબ્દ અથવા વાક્ય શોધીને તેને બીજા શબ્દ અથવા વાક્યથી સરળતાથી બદલી શકાય છે. Find માટે Ctrl + F અને Replace માટે Ctrl + H નો ઉપયોગ કરી શકાય છે. Replace All વિકલ્પ દ્વારા દસ્તાવેજમાં રહેલા બધા સમાન શબ્દોને એક સાથે બદલી શકાય છે.
ચિહ્નો અને વિશેષ અક્ષરો દાખલ કરવા (Insert Symbols and Special Characters)દસ્તાવેજમાં સામાન્ય કીબોર્ડથી ઉપલબ્ધ ન હોય તેવા ચિહ્નો અને વિશેષ અક્ષરો દાખલ કરી શકાય છે. Insert ટેબમાં Symbols વિકલ્પ પસંદ કરીને જરૂરી ચિહ્ન પસંદ કરવું. ઉદાહરણ તરીકે ©, ®, ™, ₹, ±, ° અને µ જેવા ચિહ્નો દાખલ કરી શકાય છે.