પ્રેકટિકલ-૭૦ : વિડીઓ ઘટકો ઉમેરો

Topicસમજ અને કાર્ય
Import video files in presentationsપ્રેઝન્ટેશનમાં વિડિયો ઉમેરવા માટે સૌપ્રથમ Insert ટેબ પર જાઓ. ત્યારબાદ Video વિકલ્પ પસંદ કરીને કમ્પ્યુટર અથવા અન્ય ઉપલબ્ધ સ્રોતમાંથી વિડિયો ફાઇલ પસંદ કરો. વિડિયો સ્લાઇડમાં ઉમેરાયા પછી તેને યોગ્ય સ્થાન પર મૂકી શકાય છે.
Resize video to fit slideસ્લાઇડમાં ઉમેરેલા વિડિયોની સાઇઝ બદલવા માટે વિડિયો પસંદ કરો. વિડિયોના ખૂણાના Resize Handles ને ખેંચીને તેની ઊંચાઈ અને પહોળાઈ બદલી શકાય છે. વિડિયોને સ્લાઇડમાં યોગ્ય રીતે ગોઠવીને સંપૂર્ણ સ્લાઇડને આવરી શકાય છે.
Configure video playback optionsવિડિયો કેવી રીતે ચાલશે તે નક્કી કરવા માટે Playback વિકલ્પોનો ઉપયોગ થાય છે. વિડિયો Automatically અથવા On Click શરૂ કરી શકાય છે. જરૂરિયાત મુજબ વિડિયોને Loop until stopped, Play Full Screen અથવા અન્ય playback settings સાથે ગોઠવી શકાય છે.