પ્રેકટિકલ-૭૧ : સ્લાઇડ ટ્રાનઝીશન ઉમેરો
| Topic | સામાન્ય સમજ / કાર્ય |
|---|---|
| Add same slide transition for all slides | બધા સ્લાઇડ પર એકસરખું Transition Effect લાગુ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ કોઈ એક Transition પસંદ કરવું. ત્યારબાદ Apply to All વિકલ્પ પસંદ કરવાથી પસંદ કરેલું Transition Presentationના તમામ Slides પર લાગુ થઈ જાય છે. આથી દરેક Slide બદલાતી વખતે સમાન પ્રકારની Animation જોવા મળે છે. |
| Set transition effect duration | Slide Transition કેટલા સમય સુધી ચાલશે તે નક્કી કરવા માટે Duration વિકલ્પનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, Duration 01.00 સેકન્ડ રાખવામાં આવે તો Slide બદલાવાની Animation એક સેકન્ડમાં પૂર્ણ થશે. ઓછો સમય રાખવાથી Transition ઝડપથી થશે અને વધુ સમય રાખવાથી ધીમે થશે. |
| Configure transition start and finish options | Transition ક્યારે શરૂ થશે અને Slide કેટલા સમય પછી બદલાશે તે નક્કી કરવા માટે આ વિકલ્પોનો ઉપયોગ થાય છે. On Mouse Click પસંદ કરવાથી Mouse Click કર્યા પછી આગળનું Slide આવશે. After પસંદ કરવાથી નક્કી કરેલા સમય પછી Slide આપમેળે બદલાશે. જરૂરિયાત મુજબ બંને વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. |
| Customize select slide transitions | દરેક Slide માટે અલગ Transition Effect પસંદ કરી શકાય છે. Slide પસંદ કર્યા પછી Transitions Tabમાંથી અલગ અલગ Effects જેમ કે Fade, Push, Wipe, Split વગેરે પસંદ કરી શકાય છે. આ રીતે Presentationને વધુ આકર્ષક અને વ્યવસ્થિત બનાવી શકાય છે. |