પ્રેકટિકલ-૭૫ : MS-EXCEL માં ફાઇલ ખોલો
| Topic | સામાન્ય સમજ / કાર્ય |
|---|---|
| Open MS Excel | કમ્પ્યુટરમાં Start Menu અથવા Search દ્વારા MS Excel શોધીને તેના પર ક્લિક કરો. MS Excel ખુલશે અને તેની મુખ્ય વિન્ડો દેખાશે. |
| Create a new Excel file | MS Excel ખોલ્યા પછી File → New → Blank Workbook પસંદ કરો. નવી Excel વર્કબુક ખુલશે, જેમાં તમે ડેટા દાખલ કરી શકો છો. |
| Create a new Excel file from a template | File → New પર ક્લિક કરીને ઉપલબ્ધ Template પસંદ કરો. જરૂરી Template પસંદ કર્યા પછી Create પર ક્લિક કરો. |
| Open an existing Excel file | File → Open પર ક્લિક કરો અથવા Ctrl + O દબાવો. ત્યારબાદ જરૂરી Excel ફાઇલનું સ્થાન પસંદ કરીને ફાઇલ પર ડબલ ક્લિક કરો. |