પ્રેક્ટિકલ – ૮ : પેનડ્રાઇવ અને ફાઇલ તથા ફોલ્ડર સંચાલનની પ્રેક્ટિસ

| પ્રેક્ટિકલ ટોપિક | સામાન્ય માહિતી |
|---|---|
| Insert pendrive | પેનડ્રાઇવને કમ્પ્યુટરના USB પોર્ટમાં જોડો. ત્યારબાદ This PC ખોલીને પેનડ્રાઇવની ડ્રાઇવ તપાસો. |
| Rename pendrive | This PC માં પેનડ્રાઇવ પર જમણું ક્લિક કરો, Rename પસંદ કરો, નવું નામ લખો અને Enter દબાવો. |
| Format pendrive | પેનડ્રાઇવ પર જમણું ક્લિક કરીને Format પસંદ કરો. જરૂરી ફાઇલ સિસ્ટમ પસંદ કરી Start પર ક્લિક કરો. ફોર્મેટ કરતાં પહેલાં મહત્વનો ડેટા બેકઅપ લેવો. |
| Create Folder | જરૂરી ડ્રાઇવ અથવા સ્થાન ખોલો. ખાલી જગ્યાએ જમણું ક્લિક કરીને New → Folder પસંદ કરો અને ફોલ્ડરનું નામ આપો. |
| Create Shortcut | ફાઇલ અથવા ફોલ્ડર પર જમણું ક્લિક કરીને Create shortcut પસંદ કરો અથવા Send to → Desktop (create shortcut) નો ઉપયોગ કરો. |
| Create File | જરૂરી સ્થાન પર જમણું ક્લિક કરીને New પસંદ કરો અને જરૂરી ફાઇલ પ્રકાર પસંદ કરો. ફાઇલનું નામ આપી તેને સેવ કરો. |
| Copy & Paste | ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરીને Ctrl + C દબાવો. ગંતવ્ય સ્થાન ખોલીને Ctrl + V દબાવો. |
| Cut & Paste | ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરીને Ctrl + X દબાવો. ગંતવ્ય સ્થાન ખોલીને Ctrl + V દબાવો. |
| Delete file / Folder | ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરીને Delete કી દબાવો અથવા જમણું ક્લિક કરીને Delete પસંદ કરો. |
| Eject Pendrive | પેનડ્રાઇવનો ડેટા ઉપયોગમાં ન હોય ત્યારે Safely Remove / Eject વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ પેનડ્રાઇવને USB પોર્ટમાંથી કાઢો. |