પ્રેકટિકલ-૮૮ : ડેટાની ગણતર કરો અને ટ્રાન્સફૉર્મ કરો : MS-EXCEL
| Topic | સામાન્ય સમજ / કાર્ય |
|---|---|
| Perform calculations using AVERAGE(), MIN(), MAX() and SUM() | AVERAGE() નો ઉપયોગ પસંદ કરેલા Cells માં રહેલી સંખ્યાઓની સરેરાશ કાઢવા માટે થાય છે. ઉદાહરણ: =AVERAGE(B2:B10).SUM() નો ઉપયોગ સંખ્યાઓનો કુલ સરવાળો મેળવવા માટે થાય છે. ઉદાહરણ: =SUM(B2:B10).MIN() નો ઉપયોગ આપેલી Range માંથી સૌથી નાની સંખ્યા શોધવા માટે થાય છે. ઉદાહરણ: =MIN(B2:B10).MAX() નો ઉપયોગ આપેલી Range માંથી સૌથી મોટી સંખ્યા શોધવા માટે થાય છે. ઉદાહરણ: =MAX(B2:B10). |
| Count cells by using COUNT(), COUNTIF() and COUNTBLANK() | COUNT() નો ઉપયોગ Range માં રહેલા માત્ર Numeric Values ધરાવતા Cells ની સંખ્યા ગણવા માટે થાય છે. ઉદાહરણ: =COUNT(B2:B10).COUNTIF() નો ઉપયોગ આપેલી Condition અથવા Criteria પ્રમાણે Cells ગણવા માટે થાય છે. ઉદાહરણ: =COUNTIF(B2:B10,">50").COUNTBLANK() નો ઉપયોગ ખાલી Cells ની સંખ્યા જાણવા માટે થાય છે. ઉદાહરણ: =COUNTBLANK(B2:B10). |
| Perform conditional operations by using the IF() function | IF() Function નો ઉપયોગ કોઈ Condition સાચી છે કે ખોટી તે તપાસીને તેના આધારે અલગ Result મેળવવા માટે થાય છે. તેનું Syntax છે: =IF(condition, value_if_true, value_if_false).ઉદાહરણ: =IF(B2>=35,"Pass","Fail"). જો B2 ની Value 35 કે તેથી વધુ હોય તો Pass અને 35 કરતાં ઓછી હોય તો Fail દર્શાવશે. તેનો ઉપયોગ Marks, Attendance, Salary અને અન્ય Conditional Calculations માટે કરી શકાય છે. |