પ્રેકટિકલ-૮૯ : ટેક્સને ફોરમેટ અને ફેરફાર કરો : MS-EXCEL
| Topic | સામાન્ય સમજ / કાર્ય |
|---|---|
| Format text using RIGHT(), LEFT() and MID() functions | RIGHT() Function: Textની જમણી બાજુથી આપેલ અક્ષરો મેળવવા માટે ઉપયોગ થાય છે. Syntax: =RIGHT(text, num_chars) ઉદાહરણ: =RIGHT("COMPUTER",3) → TER પરિણામ આપે છે. |
LEFT() Function: Textની ડાબી બાજુથી આપેલ અક્ષરો મેળવવા માટે ઉપયોગ થાય છે. Syntax: =LEFT(text, num_chars) ઉદાહરણ: =LEFT("COMPUTER",3) → COM પરિણામ આપે છે. | |
MID() Function: Textની વચ્ચેના ભાગમાંથી આપેલ સ્થાનથી અક્ષરો મેળવવા માટે ઉપયોગ થાય છે. Syntax: =MID(text, start_num, num_chars) ઉદાહરણ: =MID("COMPUTER",4,3) → PUT પરિણામ આપે છે. આ Functionsનો ઉપયોગ નામ, કોડ, ID, મોબાઇલ નંબર અથવા અન્ય Textમાંથી જરૂરી ભાગ અલગ કરવા માટે થાય છે. | |
| Format text using UPPER(), LOWER() and LEN() functions | UPPER() Function: Textના બધા અક્ષરોને Capital Lettersમાં ફેરવવા માટે ઉપયોગ થાય છે. Syntax: =UPPER(text) ઉદાહરણ: =UPPER("computer") → COMPUTER. |
LOWER() Function: Textના બધા અક્ષરોને Small Lettersમાં ફેરવવા માટે ઉપયોગ થાય છે. Syntax: =LOWER(text) ઉદાહરણ: =LOWER("COMPUTER") → computer. | |
LEN() Function: Textમાં રહેલા કુલ અક્ષરોની સંખ્યા જાણવા માટે ઉપયોગ થાય છે. તેમાં Space પણ એક Character તરીકે ગણાય છે. Syntax: =LEN(text) ઉદાહરણ: =LEN("COMPUTER") → 8. આ Functionsનો ઉપયોગ Textનું Case બદલવા અને Textની લંબાઈ ગણવા માટે થાય છે. | |
| Format text using CONCAT() and TEXTJOIN() functions | CONCAT() Function: બે અથવા વધુ Text અથવા Cell Valuesને એક જ Textમાં જોડવા માટે ઉપયોગ થાય છે. Syntax: =CONCAT(text1,text2,...) ઉદાહરણ: A1માં જય અને B1માં કુમાર હોય તો =CONCAT(A1,B1) → જયકુમાર પરિણામ મળે છે. વચ્ચે Space જોઈએ તો =CONCAT(A1," ",B1) → જય કુમાર. |
TEXTJOIN() Function: એકથી વધુ Text Valuesને આપેલ Delimiter જેમ કે Space, Comma વગેરે સાથે જોડવા માટે ઉપયોગ થાય છે. Syntax: =TEXTJOIN(delimiter, ignore_empty, text1,...) ઉદાહરણ: =TEXTJOIN(" ",TRUE,A1,B1,C1) → ત્રણેય Cell Values વચ્ચે Space સાથે જોડાય છે. TRUE રાખવાથી ખાલી Cellને Ignore કરવામાં આવે છે. આ Functionsનો ઉપયોગ First Name, Middle Name, Last Name, Address અથવા અલગ અલગ Cellમાં રહેલી માહિતી જોડવા માટે થાય છે. |