પ્રેકટિકલ-૯૫ : ફોર્મ નિયંત્રણો કરો અને macro સાથે સરળ ડેટા એન્ટ્રી ફોર્મ બનાવો : MS-EXCEL
Step 1: Excel Workbook તૈયાર કરો
Microsoft Excel ખોલો અને નવી Workbook બનાવો.
Step 2: Table બનાવો
Worksheet માં નીચેના headings લખો: Sr. No., Name, Age, Qualification અને Scholarship.
Step 3: Data Enter કરો
આપેલા બધા records Table માં દાખલ કરો.
Step 4: Form Controls તૈયાર કરો
Developer Tab માંથી Form Controls અથવા ActiveX Controls નો ઉપયોગ કરીને નીચેના controls બનાવો: Name માટે TextBox Age માટે Spin Button અથવા TextBox Qualification માટે ComboBox Scholarship માટે Option Button અથવા Check Box
Step 5: UserForm બનાવો
VBA Editor ખોલવા માટે Alt + F11 દબાવો. Insert માંથી UserForm પસંદ કરો.
Step 6: UserForm પર Controls મૂકો
UserForm પર Name, Age, Qualification અને Scholarship માટે જરૂરી controls મૂકો.
Step 7: Buttons બનાવો
UserForm પર નીચેના buttons બનાવો: Add Clear Exit
Step 8: Add Button માટે Macro બનાવો
Add Button પર click કરતાં UserForm માં દાખલ કરેલો data Worksheet ની Table ની નવી row માં ઉમેરાય તે માટે VBA Macro લખો.
Step 9: Clear Button માટે Macro બનાવો
Clear Button પર click કરતાં Name, Age, Qualification અને Scholarship ના બધા input fields ખાલી થાય તે માટે Macro લખો.
Step 10: Exit Button માટે Macro બનાવો
Exit Button પર click કરતાં UserForm બંધ થાય તે માટે Macro લખો.
Step 11: Macro Test કરો
UserForm ખોલો અને Name, Age, Qualification તથા Scholarship ની માહિતી દાખલ કરો. Add Button પર click કરો. ચકાસો કે record Table માં નવી row તરીકે ઉમેરાયો છે.
Step 12: Workbook Save કરો
Workbook ને Excel Macro Enabled Workbook એટલે કે .xlsm format માં Save કરો.