પ્રેકટિકલ-૯૯ : પાઇવોટ ટેબલ બનાવો અને તેમાં ફેરફાર કરો : MS-EXCEL

Steps to Create a PivotTable

  1. સૌપ્રથમ Excel માં આપેલ Data Table બનાવો.

  2. Data Table ના બધા records select કરો.

  3. Excel માં Insert tab પર click કરો.

  4. PivotTable option પસંદ કરો.

  5. Create PivotTable dialog box ખુલશે.

  6. Table/Range માં યોગ્ય data range પસંદ કરો.

  7. New Worksheet પસંદ કરો.

  8. OK પર click કરો.

  9. PivotTable Fields માંથી Employee Name ને Rows વિસ્તારમાં drag કરો.

  10. Quantity ને Values વિસ્તારમાં drag કરો.

  11. Rate ને Values વિસ્તારમાં drag કરો.

  12. Amount ને Values વિસ્તારમાં drag કરો.

  13. Values માટે જરૂરી હોય તો Sum option પસંદ કરો.

  14. હવે દરેક Employee માટે Quantity, Rate અને Amount નો summary દેખાશે.

  15. અંતે Grand Total માં બધા records નો કુલ સરવાળો જોવા મળશે.

  16. PivotTable માં ફેરફાર કરવા માટે જરૂરી Field ને Rows, Columns, Filters અથવા Values વિસ્તારમાં drag કરો.

  17. Data માં ફેરફાર કર્યા પછી PivotTable પર Right Click કરીને Refresh પસંદ કરો.